આપને ભીંજાવવાના કોડ છે
વાદળોમાં વર્ષવાની હોડ છે
આ પવન લપટાય છે ચહેરા ઉપર?
કે આ તુજ પાલવની રેશમ-સોડ છે?
સૂર્યને પણ એક દિન પડકારશું
કોડિયાને કેવાકેવા કોડ છે!
લાગે છે આગળ હવે રસ્તો નથી
જિંદગીનો આ તે કેવો મોડ છે?
ઠોકરો ખાઈ શીખેલો કાચ છું
તડથી બચવાની કલા તડજોડ છે
-હેમંત પુણેકર
Gujarati poem









